B.Com. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2023-24 | Gujarat University

B.Com. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2023-24 | Gujarat University

B.Com. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2023-24 | Gujarat University
  • BCom. / BBA / BCA and 5-year Integrated Courses Admission 2023-24 | Gujarat University
  • Last Update: 21-08-2023
Login New Registration
Announcements:

09/08/2023
👉 Important Notice
Inter se merit રાઉન્ડ બાદ જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે તેવા વિદ્યાર્થીઓ જે કોલેજમાં જગ્યા ખાલી છે ત્યાં રજીસ્ટ્રેશન ફોર્મ inward કરાવી પ્રવેશ મેળવી શકશે.

01/08/2023
27/07/2023
24/07/2023
👉 Important Instruction For Students
વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અમદાવાદ (H K BBA આશ્રમ રોડ) કોલેજને ગુજરાત યુનિવર્સિટીની  તા. 18.07.2023ના રોજ મળેલ  એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ઠરાવ નંબર 12 મુજબ ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં  વિદ્યાર્થીઓ ફાળવવા તેવું નક્કી કરવામાં આવ્યું છે. જે સંદર્ભ H K BBA કોલેજમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તે ઇન્ટર-સે મેરીટ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. આવા વિદ્યાર્થીઓને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.

21/07/2023
NEW ROUND ALLOTMENT HAS BEEN DECLARED
👉 Important Instruction For Students
H K BBA College course admission will be available for students from the current academic year 2023-24. (As per resolution no 12 of the GU Executive Council meeting dated 18/07/2023)

15/07/2023
👉 Important Notice For Students Of New Round
નવા રાઉન્ડની વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના 
1) આ (નવા) રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ કે બીજા રાઉન્ડ (રિસફલિંગ) માં "ફી" ભરી, કોલેજમાં રિપોર્ટિંગ કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓ પોતાની સંમતિ ( Concern) આપી નવા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
2) આ નવો રાઉન્ડ છે એટલે પ્રથમ અને બીજા રાઉન્ડના કોલેજનું કટ ઓફ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 
3) જે વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત છે તેવા તમામ વિદ્યાર્થીઓ આ નવા રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
4) આ નવા રાઉન્ડમાં પણ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે કે પ્રવેશ મળ્યા પછી કન્ફર્મ ન કરાવે તેવા વિદ્યાર્થીઓ માટે છેલ્લો ઇન્ટર સે મેરીટ રાઉન્ડ માત્ર પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે કરવામાં આવશે.
14/07/2023
11/07/2023
10/07/2023
The second Round(Reshuffling) Has Been Declared

07/07/2023
05/07/2023
👉 IMPORTANT INSTRUCTION FOR RESHUFFLING ROUND
ગુજરાત યુનિવર્સિટી મધ્યસ્થ પ્રવેશ સમિતિ 2023-24 

કોમર્સ રિશફલિંગ રાઉન્ડ માટેની અગત્યની સૂચના

1.  જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને ત્યારબાદ ઓનલાઇન ટોકન ફી  ભરેલ હોય કે ભરેલ ન હોય તેઓ તેમની સંમતિ આપ્યા બાદ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

2.  જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ ફાળવેલ હોય અને ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં રિપોર્ટીંગ કરેલ હોય તેઓ પણ પોતાની સંમતિ આપ્યા બાદ જ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

3.  જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા તમામ વિધાર્થીઓ સંમતિ આપ્યા વગર આપોઆપ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ કઈ શકશે.

નોધ : રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તારીખ 06/07/2023 થી 08/07/2023 (સવારે 10.00 કલાક સુધી) ફક્ત પોતાની કોલેજની ચોઈસ અને મીડિયમ (માધ્યમ) બદલી શકશે અને વધારાની કોલેજ ચોઈસ પણ કરી શકશે. આ સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં. પ્રવેશ ન મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ, કટ ઓફ માર્કસ અને પોતાના મેરીટના આધારે વધુ ને વધુ કોલેજોની ચોઈસ આપવા જણાવવામાં આવે છે. -  GUAC 2023

04/07/2023
👉 યુ.જી. કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના 

(a) CBSC બોર્ડના તમામ તેમજ Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી) 

(b) (I) ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ 

(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય     (જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. -  GUAC COMMERCE 2023

03/07/2023
👉 Notice Regarding Extension Of Round 1
ફી અને રિપોર્ટિંગ માટેની તારીખ લંબાવવા ખાસ સુચના

જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટે ફી ભરવાની બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 04.07.2023 (મંગળવારના) રોજ સવારે 10.00 વાગ્યા સુધી ફી ભરી શકશે અને 04.07.23 ના રોજ કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન રિપોર્ટિંગ કરાવી શકશે.

29/06/2023
24/06/2023
સી.યુ.શાહ કેમ્પસ (આશ્રમ રોડ) કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
       આથી વિધ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે, માનનીય નામ. ગુજરાત હાઈકોર્ટના તા. 23/06/2023 ના SCA નંબર 10666 / 2023 ના ઓરલ ઓર્ડર અનુસાર સી.યુ. શાહ કેમ્પસ (આશ્રમ રોડ) ખાતેની સી.યુ.શાહ કોમર્સ કોલેજ અને સી.યુ.શાહ બીસીએ કોલેજ માં વિદ્યાર્થીઓને કોલેજનું એલોટમેન્ટ હાલ પુરતું સ્થગિત કરેલ છે.  સદર બંને કોલેજની આગળની પ્રવેશ કાર્યવાહી માનનીય નામ.ગુજરાત હાઈકોર્ટ આદેશ અનુસાર કરવામાં આવશે.

MOCK ROUND HAS BEEN DECLARED

મોક રાઉન્ડ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
Ø આથી વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે, મોક રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળી નથી એવા વિદ્યાર્થીઓ તા. 24/06/2023 થી તા. 26/06/2023 સુધીમાં પોતાની કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશે. 

Ø કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

Ø જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજ ફાળવણી (એલોટ) થઈ નથી તેવા વિદ્યાર્થીઓ ખાસ કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

Ø આ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે. અત્યારે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટી માં જઈ ઓનલાઈન કે ઓફલાઈન ફી ભરવાની નથી. ફાઇનલ એલોટમેન્ટ રાઉન્ડ પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે. 

20/06/2023
👉 Provisional Merit List has been declared in the student login
    વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 21/06/2023 તથા તા. 22/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે. -    GUAC

16/06/2023
👉 વેરિફિકેશન માટે ખાસ સુચના 
    જે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 17.6.2023 (શનિવારના) રોજ કોઈપણ નજીકની કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન વેરિફિકેશન કરાવી શકશે.

09/06/2023

07/06/2023

01/06/2023
👉 ધો. 12 ના ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ કે અન્ય બોર્ડ ના વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન, કોલેજ પસંદગી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફોર્મ સબમીટ કરી શકશે.

જે વિદ્યાર્થીઓએ પોતાનું ફોર્મ સબમીટ કરેલ છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થયેલ હોય તો નજીકની કોઈપણ કોમર્સની કોલેજમાં (કોલેજ સમય દરમ્યાન) જઈને સુધારો કરાવી શકશે.

31/05/2023

29/05/2023

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના:
    માર્ચ 2023 માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 2023 માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથી. પરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.
    A. માર્ચ 2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓ, રિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)
    B. અનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.
    C.  માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)
    D.  શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

23/05/2023
👉 CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે.

19/05/2023
Next Post
No Comment
Add Comment
comment url